કેજરીવાલે ધરપકડ બાદ પણ CM પદ ઉપરથી રાજીનામું કેમ ના આપ્યું,જાણો તેનું કારણ.
કથિત દારૂ કૌભાંડમાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી જ્યારે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને ત્યાર પછી પણ CM પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું નહતું કેમ ?
શું કહે છે આ બાબતે લોકપ્રતિનિધિત્વ કાનૂન?
દિલ્હીમાં કથિત એક્સાઈઝ નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ છતાં અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રીપદે ચાલુ રહી શકશે તેમ કાયદાકીય નિષ્ણાતોનું કહેવું હતું. કાયદાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોઈપણ કાયદો ધરપકડ કરાયેલ વ્યક્તિને જે-તે પદ પર રહેતા અટકાવતો નથી.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા ધરપકડ સામે રક્ષણ આપવાનો દિલ્હી હાઈકોર્ટે ઈન્કાર કર્યા પછી જ ED એ કેજરીવાલ ધરપકડ કરી હતી. વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ધરપકડ થાય તો પણ કોઈ કાયદો તેમને પદ પર રહેતા રોકી શકે નહીં. જોકે, વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે, કાયદાકીય દૃષ્ટિએ કોઈ પ્રતિબંધ નહીં હોવા છતાં વહીવટી રીતે જેલમાં રહીને મુખ્યમંત્રીપદે રહેવું લગભગ અશક્ય છે. કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા તૈયાર ન હતા. આમ આદમી પાર્ટી (આપ)એ કહ્યું હતું કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે અને જરૂર પડશે તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે. અને સરકાર ચલાવી પણ હતી
લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ 8(3) શું કહે છે.??
કેજરીવાલ ધરપકડ પછી પણ મુખ્યમંત્રીપદે રહી શકે કે કેમ આવા સવાલ દરેક ના મનમાં થતાં હતાં, પરંતુ લોકો ના વિચારો કરતા કાયદો આ બાબતે શું કહે છે, તે જાણવું જોઈએ જેમકે લોકપ્રતિનિધિ કાયદા મુજબ સજા થયા પછી જ કોઈ ધારાસભ્ય અથવા મંત્રી ડિસ્ક્વોલિફાઈ થઈ શકે છે. જોકે, ટેકનિકલી રીતે તેમના માટે જેલમાંથી કામકાજ કરવું અશક્ય હોય છે. લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ 8ના સેક્સન 3 મુજબ બે વર્ષથી વધુની સજા થઈ હોય તેવા ધારાસભ્ય અથવા સાંસદને ડિસ્ક્વોલિફાઈ કરી શકાય છે. બંધારણની કલમ ૩૬૧- .હેઠળ માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જ ધરપકડ અને કોર્ટ કાર્યવાહીથી મુક્તિ મળી છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આવી કોઈ મુક્તિ મળતી નથી.
Case study:
કેજરીવાલની રિમાન્ડ અરજીની મુખ્ય દલીલો.
- અમારી રિમાન્ડ અરજીમાં એક્સાઇઝ પોલિસી કેસનું સંપૂર્ણ બેકગ્રાઉન્ડ છે.
- પોલીસી કેવી રીતે બનાવવામાં આવી હતી કે લાચ લઈ શકાય અને લાચ આપનારને જ ફાયદો થાય.
- કેજરીવાલ આ કેસનો મુખ્ય સૂત્રધાર છે અને કેટલાક વિશેષ લોકોને ફાયદો પહોંચાડવા માટે જ લાંચ લેવામાં આવી હતી.
- આ લાંચ ની રકમ નો ઉપયોગ કેજરીવાલે ગોવાની ચૂંટણીમાં કર્યો હતો અને આ પોલિસી બનાવવામાં કેજરીવાલ સીધી રીતે સામેલ હતા.
- સિસોદિયાના સેક્રેટરીએ કહ્યું કે સિસોદિયાએ તેમને ૨૦૨૧માં કેજરીવાલના નિવાસે બોલાવ્યા હતા. આ કેસમાં સિસોદિયાની પણ ધરપકડ કરાઈ છે અને તેમને જામીન મળ્યા નથી.
- Π દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલ અન્ય એક આરોપી વિજય નાયર કેજરીવાલ સાથે મળીને કામ કરતો હતો. તે કેજરીવાલના ઘરની પાસે રહેતો હતો. તેણે વચેટિયાની ભૂમિકા ભજવી હતી.
- કેજરીવાલે દક્ષિણના જૂથો પાસેથી લાંચ માગી હતી. અમારી પાસે તેને પુરવાર કરવાના પર્યાપ્ત પુરાવા છે. કેજરીવાલે કવિતા સાથે મુલાકાત કરી હતી અને તેમને દિલ્હીની એકસાઈઝ પોલિસી પર સાથે મળીને કામ કરવા કહ્યું હતું.
- બે પ્રસંગે નાણાંની લેવડ- દેવડ થઈ હતી. વિક્રેતાઓના માધ્યમથી લાંચનારૂપમાં રોકડ રૂપિયા અપાયા હતા.
- ચેટ પરથી દરેક બાબતની પુષ્ટી થાય છે. ચેટ મુજબ હવાલા મારફત ગોવામાં રૂ. ૪૫ કરોડ ટ્રાન્સફર કરાયા હતા. અનેક લોકોને જંગી રોકડ રકમ અપાઈ હતી.
- રીમાન્ડ ઓટોમેટિક નથી. તે PMLA જેવા કાયદાની જોગવાઈ પૂરા કરતા હોવા જોઈએ.
- પહેલી શરત એ છે કે આરોપી પાસે કોઈ ભૌતિક સામગ્રી હોવી જોઈએ. અને તે દોષિત હોવો જોઈએ.
- કોઈને દોષિત માનવાના કારણ અને Ed પાસે હયાત સામગ્રી વચ્ચે કારણાત્મક સંબંધ હોવો જોઈએ.
- ધરપકડની જરૂરિયાત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
- માત્ર ધરપકડ કરવાની શક્તિ હોય એટલે તેનો ઉપયોગ કરવો જરૂરી નથી.
- રીમાન્ડ અરજી ધરપકડના ગ્રાઉન્ડ્સની કોપી પેસ્ટ છે.
- તમારી પાસે બધા જ પુરાવા હોય તો તમે ધરપકડ કરીને પૂછપરછ કેમ કરવા માગો છો.
- 80% લોકોએ કેજરીવાલનું નામ નથી લીધું. તેમણે એમ પણ નથી કહ્યું કે તેઓ તેમને ક્યારેય મળ્યા હતા.
- ફરિયાદ કરનાર હેઠળ કામ કરનાર કોઈ વ્યક્તિ મારા વિરુદ્ધ નિવેદન કરે તો શું કોર્ટ તેને પુરાવો માનશે? કોઈપણ ખોટું કામ બતાવવા માટે કોઈ સામગ્રી નથી મળી.
- પવન બંસલ ચૂકાદો વાંચતા કહ્યું કે ધરપકડ સમયે સેફગાર્ડ અપનાવાયા નહોતા.
લોકપ્રતિનિધિ કાયદો, 1951 ની કલમ 8 ભારતીય ચૂંટણીઓમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ જોગવાઈ છે. આ કલમ જાહેર જીવનમાં શુદ્ધતા અને ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતાને જાળવવા માટે નેતાઓ અને ઉમેદવારો માટે અયોગ્યતાના નિયમો નક્કી કરે છે.
કલમ 8: દોષિત લોકો માટે અયોગ્યતા:
આ કલમ અનુસાર, કોઈ વ્યક્તિ એવી સ્થિતિમાં ચૂંટણીઓ લડવા માટે અયોગ્ય બને છે, જો તે કાયદામાં निर्दिष्ट अपराध માટે દોષિત જાહેર થાય. કલમ 8ને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવી છે:
કલમ 8(1):
જો કોઈ વ્યક્તિ નીચે જણાવાયેલા ગુનાઓ માટે દોષિત જાહેર થાય, તો તે ચૂંટણી લડવા માટે દોષિત થયા પછી 6 વર્ષ સુધી અયોગ્ય બની જાય છે:
- ભ્રષ્ટ આચરણ(Corruption) સાથે જોડાયેલા ગુનાઓ.
- ચુંટણી સંબંધિત કાયદાના ઉલ્લંઘનો માટે દોષિત હોવો.
કલમ 8(2):
જે લોકો પર કેટલાક ગંભીર ગુનાઓ માટે દોષારોપણ થાય છે, જેમ કે:
- માનવશોષણ (Human Trafficking).
- બળાત્કાર (Rape).
- નરહત્યાના પ્રયાસ (Attempt to Murder).
તેઓ પણ 6 વર્ષ માટે અયોગ્ય ઠરે છે.
કલમ 8(3):
જો કોઈ વ્યક્તિ કોઈપણ અન્ય ગુનામાં 2 વર્ષ કે વધુના કેદના દંડ સાથે દોષિત થાય, તો તે દોષિત ઠરાવ્યા પછી સજા ભોગવી રહે ત્યાં સુધી અને તેના પછી 6 વર્ષ સુધી અયોગ્ય રહેશે.
મુખ્ય મુદ્દા:
અપીલ: જો દોષિત વ્યકિત ઉચિત અદાલતમાં અપીલ કરે, તો નિશ્ચિત શરતો હેઠળ તે સમયે સુધીમાં અયોગ્યતા સ્થગિત થઈ શકે છે.
આ જોગવાઈઓ ચુંટણી વ્યવસ્થાને પવિત્ર રાખવા અને ભ્રષ્ટ અથવા ગુનેગાર પૃષ્ઠભૂમિ ધરાવનારાઓને જાહેર જીવનથી દૂર રાખવા માટે છે.
રાહુલ ગાંધી નું સભ્યપદ પણ આ કાયદાને કારણે રદ્દ કરવામાં આવ્યું હતું.
માનહાનિનો કેસ: જે ભાષણમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા છે તેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ છે. ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન વરિષ્ઠ વકીલ આર્યમન સુંદરમે કહ્યું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે, તેનો અર્થ એ છે કે જે કોઈ ચોરી કરે છે, તે ફક્ત મોદી અટકવાળા જ છે, અન્ય ચોરી કરતા નથી. એટલે કે તેમના નિવેદનથી સીધું અપમાનનું કૃત્ય કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, જેમની અટક મોદી છે તેનું અપમાન કરવામાં આવ્યું છે, તેથી તેમાં બદનામ કરવામાં આવેલા વ્યક્તિગત લોકોનો પણ સમાવેશ થાય છે.
સભ્યપદ ખતમઃ આ નિર્ણય કલમ 102(1)(e) હેઠળ લેવામાં આવ્યો છે. સુરત કોર્ટના નિર્ણયના દિવસે એટલે કે 23 માર્ચથી રાહુલ ગાંધીનું સભ્યપદ ખતમ થઈ ગયું છે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ કલમ 8(3) અન્વયે : કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી કારણ કે સુરતની સેશન્સ કોર્ટે માનહાનિના કેસમાં તેને દોષિત ઠેરવી 2 વર્ષની કેદની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
અપીલ સમય: જો કે કોર્ટે તેને તાત્કાલિક જામીન પણ આપી દીધા હતા. તેને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપવાની સાથે તેની સજાને સ્થગિત કરવામાં આવી હતી.
સુપ્રીમની ચેતવણીઃ તેના નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે જો રાહુલ ગાંધીને ઓછી સજા આપવામાં આવશે તો જનતામાં ખોટો સંદેશ જશે. કોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટની ચેતવણીનો પણ પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી આપી હતી. 2018 માં, સુપ્રીમ કોર્ટે 'ચોકીદાર ચોર હૈ' કેસ પર રાહુલ ગાંધીને ચેતવણી આપી હતી. આ મામલે રાહુલે માફી માંગી હતી.
Source by: મીડિયા
Thanks for your valuable response.