ઓલા ઇલેક્ટ્રિક કંપની ને સ્કૂટર માલિક ને Rs.1,63,000 રિફંડ નો હુકમ.
તેલંગાણાના રંગા રેડ્ડી જીલ્લા ગ્રાહક નિવારણ આયોગ
પ્રમુખ: ચિતનેની લથા કુમારી
સભ્યો: P.V.T.R. જવાહર બાબુ, અને જે શ્યામલા .
ફરિયાદ ની વિગત :
આ ફરિયાદ હૈદરાબાદ નિવાસી એક ફરિયાદકર્તા દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 ના U/Sec.35 દ્વારા દાખલ કરવામાં આવી છે હતી અને આ ગ્રાહક પંચને વિરોધી પક્ષને નિર્દેશ આપવા માટે પ્રાર્થના કરી હતી,જેમાં Ola S1 pro ઇલેક્ટ્રિક સ્કૂટર 2022 માં સમય દરમિયાન RS. 1,63,986 ચૂકવીને ખરીદવામાં આવ્યું હતું, જે ખરીદી તારીખથી જ સ્કૂટર નું ચાર્જર ખરાબ(ખામીયુક્ત) હતું જે ગ્રાહક દ્વારા ઓલા કંપની ને રજૂઆત કર્યા બાદ 10 દિવસની અંદર બદલવામાં આવ્યું હતું.
જ્યારે આ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવામાં આવ્યું હતું ત્યારે કંપની તરફથી કેટલીક વધારાની સેવાઓ આપવામાં આવી હતી જેવી કે પાંચ વર્ષ ની વોરંટી, એક વર્ષનો ઓલા કેર પ્લાન, અને હોમ ઇન્સ્ટોલેશન માટે હાઈપર ચાર્જર નો સમાવેશ થાય છે.
બેટરી ની આ સમસ્યાના કારણે વારંવાર અનેક પડકારન સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વાહનમાં વારંવાર લાંબો સમય અને ડાઉનટાઈમ થતો હતો, ઓલા કંપની તરફથી આ સમસ્યાને દૂર કરવાની બદલે તમે દૂર કરવામાં બિન જવાબદારી પૂર્વક વર્ણન આવેલું અને ગ્રાહકની ફરિયાદ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરીએ ગ્રાહકને હેરાન પરેશાન થવા માટે સ્કૂટર સાથે છોડી દીધેલો જેવા આક્ષેપ સાથે ફરિયાદીએ તેલંગણાના રાજ્યના રંગારેડી જિલ્લા અદાલતમાં ફરિયાદ દાખલ કરેલી જેમાં સામાવાળા તરીકે ઓલા કંપની ને ગ્રાહક અદાલતે નોટીસ પાઠવી હતી,
જે નોટિસ ની બજવણી થઈ ગયા બાદ આ કામના સામાંવાળાની કંપની તરફથી જિલ્લા ગ્રાહક કોર્ટમાં 45 દિવસની સમય મર્યાદા પૂર્ણ થતા સુધી કોઈ લેખિત કે મૌખિક જવાબ કે રજૂઆત કરવામાં આવેલી ન હતી જેના કારણે નામદાર જિલ્લા અદાલત દ્વારા તેમને ગેરહાજરી ની નોંધ કરવામાં આવી અને ઓલા કંપની ની ગેર હાજરી ઘણી એક્સપાર્ટી નો હુકમ કરવામાં આવ્યો હતો.
રજૂ પુરાવા :
ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા જેવા કે
- ફરિયાદ દાખલ કરતા અગાઉ મોકલવામાં આવેલી નોટિસ.
- ઓલા કેર પ્રોટેક્શન પ્લાન સર્ટિફાઇડ કોપી.
- ઓલા કેર પ્લાન ના પ્રિમિયમ ની રસીદ.
- હાઇપર ચાર્જર હોમ ઇન્સ્ટોલેસન ના નાણાં ભર્યાની પહોંચ.
- સેલ સર્ટીફીકેટ.
- સ્કૂટર ખરીદીનું બીલ.
- કંપની ને મોકલવામાં આવેલા emai ની કોપી ની નકલ.
ઉપરોક્ત રજૂ કરવામાં આવેલા પુરાવા ને ધ્યાનમાં લઈ અને સાથે
ગ્રાહક અદાલતે નોંધ લીધી કે ઓલા કંપનીને આપવામાં આવેલી લીગલ નોટિસનો કંપની તરફથી કોઈ જવાબ કે કોઈ જ પ્રતિભાવ આપવામાં આવેલો ન હતો, તેમજ વોરંટી ની પ્રતિબંધતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળતા દાવાને વધુ સમર્થન આપે છે.
શું હુકમ:
પરિણામે જિલ્લા ગ્રાહક અદાલત દ્વારા ઓલા કંપનીને ઓગસ્ટ 2023 થી રિફંડ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રૂપિયા 163986 પૂરા 9% વાર્ષિક વ્યાજ સહિત રકમ રિફંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો. આ સાથે ફરિયાદીને માનસિક ત્રાસ પેટે ₹10,000 અને કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે ₹10,000 અલાયદી ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો.
કેસ શીર્ષક : કે સુનીલ ચૌધરી vs ઓલા ઇલેક્ટ્રિક
Read order :
judgement2024-10-28.pdf by The legalpoints
Thanks for your valuable response.