"ગુજરાત પોલીસ ભરતી 2024: શારીરિક પરીક્ષણ અને ટેન્ડર ની જાહેરાત"
ગુજરાત પોલીસ બોર્ડ ના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ નાઓ દ્વારા પોતાના X પ્લેટફોર્મ પર આપવામાં આવેલી માહિતી મુજબ હાલ માં ઉમેદવારોની શારીરિક કસોટી સંબંધિત ટેન્ડર ની નોટીસ બહાર પાડવામાં આવી હતી,
"જેમાં પોલીસ ભરતી માટે ટેકનોલોજી પૂરી પાડવી"
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત પોલીસ માટે લોક રક્ષક કેડર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની ભરતી માટે ટેકનોલોજી પ્રદાન કરવા માટે અનુભવી એજન્સીઓ પાસેથી દરખાસ્તો આમંત્રિત કરે છે. સરકારી/અર્ધ સરકારી/પીએસયુ માટે RFID (શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ)/બાયોમેટ્રિક્સ/ફોટોગ્રાફ નોંધણી અને શારીરિક ધોરણ પરીક્ષણોમાં અનુભવેલી એજન્સીઓ અરજી કરી શકે છે. ઉપરોક્ત કામ માટેની શરતો અને લાયકાતના માપદંડો વેબસાઇટ www.nprocure.com પરથી ડાઉનલોડ કરી શકાય છે. બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 29/10/2024 છે. આ ટેન્ડર ની પ્રક્રિયા પૂરી કર્યા બાદ યોગ્ય સમયે ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે.
પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી 25 નવેમ્બરની આસપાસ શરૂ થશે. શરૂઆતમાં, જેમણે PSI અને PSI અને લોક રક્ષક બંને માટે ફોર્મ ભર્યા છે તેમને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. જેમાં નીચે મુજબ ની દૌડ કરાવવામાં આવશે.
તમામ જગ્યાઓ માટે નીચે મુજબની એક શારીરિક કસોટી યોજાશે.
ક્રમ | દૌડ | પ્રકાર | સમય | ||
---|---|---|---|---|---|
૧ |
પુરૂષ. | ૫૦૦૦ મીટર દૌડ | ૨૫ મિનિટમાં દૌડ પૂરી કરવાની રહેશે. |
||
૨ | મહિલા. | ૧૬૦૦ મીટર દૌડ | ૯ મિનિટ 30 સેકન્ડમાં દૌડ પૂરી કરવાની રહેશે. |
||
૩ | એક્સ સર્વિસમેન. |
૨૪૦૦ મીટર દૌડ | ૧૨ મિનિટ 30 સેકન્ડમાં દૌડ પુરી કરવાની રહેશે. |
Thanks for your valuable response.