ગુજરાત સ્પેશિયલ કોર્ટે વિધેયક ગુજરાત વિધાનસભા માં પસાર કરવામાં આવ્યો.

ભ્રષ્ટાચારીઓ ની હવે ખેર નથી,ગુજરાત સ્પેશિયલ કોર્ટે વિધેયક 2024 વિધાનસભા માં પસાર કરવામાં આવ્યો.



ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધાયક 2024 આજે વિધાનસભામાં પસાર કરવામાં આવી ચોમાસુ સત્ર આજે છેલ્લો દિવસ હતો, જેમાં કાયદો પસાર કરવામાં આવ્યો અને બહુમતીથી પાસ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કમર કસી છે, અને ગુજરાત વિધાનસભામાં બહુમતીના જોર ઉપર આ વિધાયક પસાર કરવામાં આવે છે આ વિધાયક પસાર થવાની સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ માં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. આ કાયદાથી ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિઓ જપ્ત કરવાનું હવે સહેલું બની જશે.

ભ્રષ્ટ અધિકારીઓને સંપત્તિ જપ્ત થશે : આ કાયદો બન્યા પછી ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ જપ્ત થશે એટલું જ નહીં પરંતુ ભ્રષ્ટ અધિકાર જોઈ પોતાના નામ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિના નામ ઉપર જો કોઈ પણ મિલકત ખરીદી હશે તો તે મિલકત પણ જપ્ત કરવામાં આવશે.

આ કાયદા હેઠળ ના કેસો એસીબી કોર્ટમાં ચાલશે : જેમ વિશેષ કોર્ટની સ્થાપના કરવામાં આવશે તેવી જ રીતે આ કાયદા મુજબ એસીબી કોર્ટમાં આ કાયદાને લગતા કેશો ચલાવવામાં આવશે આ કેસોની તપાસ પણ એસપી કક્ષાથી નીચેના અધિકારી કરી શકશે નહીં આ કાયદા મુજબ અન્ય વ્યક્તિના નામે સંપત્તિ ખરીદવામાં આવી હશે તો તે વ્યક્તિને નોટિસ કાઢી તેની સામે પણ આ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ માટે એક વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવશે જે અધિકારી પૂર્વ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ થી નીચેની કક્ષાના ન હોય તેવી વ્યક્તિની ઓથોરાઈઝ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવશે. 

ગુંડાઓની મિલકતની પણ હરાજી કરવામાં આવશે : ભ્રષ્ટાચાર થી ભેગા કરવામાં આવેલી મિલકત જો એક કરોડ રૂપિયાથી વધારે હશે તો તેની મિલકતને આ કાયદા મુજબ જપ્ત કરવામાં આવશે, બુટલેગર એટલે કે ડ્રગ્સ નું વેચાણ કરતા હોય નાના મોટા ગુંડા હોય અને કાળી કમાણી કરીને રૂપિયા એકત્ર કરેલા હોય તેનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એક વર્ષની અંદર આ કેસનો નિકાલ થાય તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.

શું નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ?: જો કોઈપણ વ્યક્તિ હોય જેને કારી કમાણી કરી ભ્રષ્ટાચાર કરે અને રૂપિયા એકત્ર કરેલા હોય તેમ મિલકત બનાવેલી હોય પછી તે કોઈ પણ હોય સરકારી કર્મચારી હોય કે નેતાઓ હોય આ કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઓથોરાઈઝ અધિકારીની સત્તા : ગુજરાત રાજ્ય સરકારે વિધાનસભામાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ એક્ટ જે પસાર કરવામાં આવ્યો છે તે મુજબ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ થી નીચેની કક્ષાનો ન હોય તેવા વ્યક્તિનો ઓથોરાઇઝ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવશે અને જે વ્યક્તિની સંપત્તિ એટલે કે ગુનેગાર હોય બોટલેગરો હોય નેતાઓ હોય તે જાહેર પ્રતિનિધિ હોય કે સરકારી કર્મચારી હોય જે વ્યક્તિ હોય કાળી કમાણી કરીને રૂપિયા એક કરોડથી વધારાની મિલકતો એકત્ર કરી હોય તેવી વ્યક્તિઓની તપાસ કરી અને કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત થાય તો તેની સંપત્તિ જપ્ત કરવા માટે આદેશ આપી શકે છે તને આવી સંપત્તિ સ્થાવર કે જંગમ પણ હોઈ શકે, અને ઓથોરાઈજ અધિકારી આદેશ આપે તારીખથી 30 દિવસની અંદર હાઇકોર્ટમાં આપેલ કરી શકાય.




Post a Comment

Thanks for your valuable response.

Previous Post Next Post